GPSSB Talati Answer Key: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તારીખ 07-05-2023ના રોજ જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી)ની પરીક્ષાનું આયોજન ગુજરાત રાજ્યના જીલ્લાઓના વિવિધ સેન્ટરો ખાતે કરવામાં આવ્યું હતું. તારીખ 09-05-2023ના રોજ તલાટી આન્સર કી 2023 સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.
તલાટી ભરતી માટેની પરીક્ષા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તા. 7-5-2023 ના રોજ યોજવામા આવી હતી. તલાટી મંત્રી ભરતી માટેની આ પરીક્ષા માટે રાજયમા 8.65 લાખ જેટલા પરીક્ષાર્થીઓ હતા. તલાટી ભરતી માટે 3437 જેટલી જગ્યાઓ માટે આ ભરતી હાલ ચાલી રહિ છે. તલાટી પેપર સોલ્યુશન અને તલાટી આન્સર કી કઇ રીતે ડાઉનલોડ કરવી તેની માહિતી મેળવીએ.
GPSSB Talati Answer Key 2023
તલાટી આન્સર કી 2023
તારીખ 07-05-2023ને રવિવારના રોજ તલાટી પરીક્ષા 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. પેપર પૂરું થયા બાદ વિવિધ લોકો દ્વારા તલાટી પેપર સોલ્યુશન 2023 પણ મુકવામાં આવ્યા હતા. GPSSB બોર્ડના અધ્યક્ષે ટ્વીટ માધ્યમ દ્વારા લોકોને માહિતી આપી હતી કે તલાટી ઓફિશિયલ આન્સર કી 2023 તારીખ 09-04-2023ના રોજ જાહેર કરવામાં આવશે.
તલાટી પ્રોવિઝનલ આન્સર કી 2023
આજે સત્તાવાર વેબસાઈટ પર પ્રોવિઝનલ આન્સર કી મુકવામાં આવશે. આન્સર કી માં ભૂલ હશે તો તે સુધારવા માટે સમય પણ આપવામાં આવશે. ઉમેદવારોએ માન્ય પ્રૂફ સાથે પ્રશ્નના જવાબ જમા કરવાના રહેશે જે ઓનલાઈન અથવા ઓફલાઈન સુવિધા જે બોર્ડ નક્કી કરે તે મુજબ રહેશે.
Talati Answer Key : Download
તલાટી આન્સર કી કઈ રીતે ડાઉનલોડ કરશો?
- – સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ gpssb.gujarat.gov.in પર જાઓ.
- – જમણી બાજુ આપેલ મેનુમાં આપેલ Answer Key ઓપ્શન પર ક્લિક કરો.
- – જાહેરાત ક્રમાંક અને જાહેરાત નામ જુઓ.
- – Talati લખ્યું હશે તેની સામે PDF File હશે તે ડાઉનલોડ કરો.
આન્સર કી કરવા માટે જરૂરી લિંક: ખોલો
આન્સર કી માટે :-અહીં ક્લિક કરો