Digital Gujarat Scholarship 2023: નિયામકશ્રી, વિકસિત જાતિ કલ્યાણ/આદિજાતિ વિકાસની કચેરી/અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2023 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ધોરણ 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, અનુસ્નાતક, પીએચડી,એમફીલ કક્ષાના અભ્યાસક્રમની વર્ષ 2023-24 ની શિષ્યવૃત્તિ મેળવવા માટે Digital Gujarat Portal પર તારીખ 22, સપ્ટેમ્બર 2023 થી અરજી કરવાની રહેશે.
Digital Gujarat Scholarship 2023
પોસ્ટ ટાઈટલ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023
પોસ્ટ નામ ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2023
લાભ કોને મળશે? OBC, EBC, DNT, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ
ફોર્મ શરૂ તારીખ 22, સપ્ટેમ્બર 2023
ફોર્મ છેલ્લી તારીખ 5, નવેમ્બર 2023
સત્તાવાર વેબસાઈટ https://www.digitalgujarat.gov.in
અરજી પ્રકાર ઓનલાઈન
ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023
ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023: વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી કરવા માટેની પ્રાથમિક સમજ નીચે મુજબ આપવામાં આવે છે. વિદ્યાર્થીએ વધુ માહિતી માટે “ડિજિટલ ગુજરાત પોર્ટલ” પર ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે ઓનલાઈન અરજી કરવા અંગેની અગત્યની માર્ગદર્શક સૂચનાઓ અને યોજનાઓની વિગત વાંચવાની રહેશે જે ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાશે.
ગુજરાત પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના 2023
ગુજરાત પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના 2023: ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2023 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ધોરણ 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, અનુસ્નાતક, પીએચડી,એમફીલ કક્ષાના અભ્યાસક્રમની વર્ષ 2023 ની શિષ્યવૃત્તિ મેળવવા માટે Digital Gujarat Portal પર તારીખ 22, સપ્ટેમ્બર 2023 થી 5, નવેમ્બર 2023 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના OBC, EBC અને DNT વિદ્યાર્થી
નિયામક, વિકસિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ખાતા હસ્તકની કેન્દ્ર પુરસ્કૃત PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (PM YASASVI) અમ્બ્રેલા યોજના પૈકી Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજનાનો અમલ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત કરવાનો થાય છે. વિકસિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ધોરણ 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, અનુસ્નાતક, એમફીલ, પીએચડી કક્ષાના અભ્યાસક્રમ માટે કુલ 10 યોજનાઓની જગ્યાએ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, નવી દિલ્હી અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર હેઠળ નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કેન્દ્ર પુરસ્કૃત PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (PM YASASVI) અમ્બ્રેલા યોજના પૈકી Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજનાનો અમલ કરવાનો થાય છે.
OBC, EBC અને DNT વિદ્યાર્થી માટે
PM YASASVI Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજના
- બીસીકે – 80 મેડીકલ, એન્જીનીયરીંગ, ડીપ્લોમાના વિદ્યાર્થીઓને સાધન સહાય.
- બીસીકે – 79 મેડીકલ, એન્જીનીયરીંગ વિદ્યાર્થીઓને ભોજન બીલ સહાય.
- ડી.એન.ટી. – 2 મેડીકલ એન્જીનીયરીંગ વિદ્યાર્થીઓને ભોજન બીલ સહાય.
- બીસીકે – 98 એમ.ફીલ, પીએચ.ડી, વિદ્યાર્થીઓ માટેની ફેલોશીપ યોજના.
- બીસીકે – 81 સી ડૉ. બાબાસાહેબ આંબેડકર અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ.
- બીસીકે-325 સ્વનિર્ભર કોલેજમાં અભ્યાસ કરતા વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સહાય.
- ટ્યુશન સહાય યોજના.
SC (અનુસૂચિત જાતિ) વિદ્યાર્થી માટે
- Post Matric Scholarship for SC Student (GOI) (BCK-6.1)
- Post Matric Scholership for SC Student (GOI) (Freeship Card Student Only) (BCK-6.1)
- Food Bill Assistant to SC Students (BCK-10)
- Fellowship Schemes for M.Phil, Ph.D, for SC Students (BCK-11)
- Instrumental Help to SC Student (Medical, Engineering, Diploma Student Only) (BCK-12)
- Scholarship / Stipend to SC Student for ITI / Professional Courses (BCK-13)
- Post Matric Scholarship for SC Girls Students Only (Having Annual Family Income More than 2.50 Lakh) (State Government Schemes) (BCK-5)
- Private Tuition Coaching Assistance to SC Student (Science Stream) (std : 11-12) (BCK-7)
- Tablet Assistance to SC Student (BCK-353)
ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 રજીસ્ટ્રેશન
- સૌપ્રથમ વિદ્યાર્થીઓએ Digital Gujarat Portal પર Citizen તરીકે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- નવું રજીસ્ટ્રેશન આધાર નંબર, મોબાઈલ નંબર, Email ID તેમજ નક્કી કરેલા પાસવર્ડ દ્વારા કરવાનું રહેશે, જે કાયમી સાચવી રાખવાનો રહેશે.
- રજીસ્ટ્રેશન વખતે મોબાઈલ નંબર અને ઈમેલ ID ફરજીયાત હોવાથી વિદ્યાર્થી પાસે ઈમેલ અને મોબાઈલ નંબર હોવો જરૂરી છે.
- રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ પોતાના મોબાઈલ નંબર, ઈમેલ ID, યુઝરનેમ તથા જે પાસવર્ડ બનાવેલો હોય તેનો ઉપયોગ કરી પુન: લોગીન કરી પોતાની પ્રોફાઈલ અપડેટ કરવાની રહેશે.
- જે વિદ્યાર્થી અગાઉ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પ્રોફાઈલ રજીસ્ટ્રેશન કરાવેલ હોય (જેમ કે અગાઉના વર્ષ 2017-18, વર્ષ 2018-19, વર્ષ 2019-20, વર્ષ 2020-21 કે વર્ષ 2022-23માં શિષ્યવૃત્તિ યોજના માટે ઓનલાઈન અરજી કરેલ હોય, ટેબલેટ માટે અરજી કરેલ હોય કે પોર્ટલની અન્ય શિષ્યવૃત્તિ યોજનાઓમાં લાભ લેવા અરજી કરેલ હોય) તેઓએ ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે નહિ. તેઓ અગાઉના Login ID-Password વડે લોગીન કરી જે તે લાગુ પડતી યોજનામાં સીધી અરજી કરી શકશે.
- જે વિદ્યાર્થીઓ ગત વર્ષનો પોતાનો ID-Password ભૂલી ગયેલ હોય તે વિદ્યાર્થીઓએ “Forger Password” પર ક્લિક કરી પોતાના રજીસ્ટર્ડ મોબાઈલ પર OTP મેળવી નવો પાસવર્ડ બનાવી લેવાનો રહેશે. નવો પાસવર્ડ મળ્યા બાદ પોતાનો મોબાઈલ નંબર User ID રહેશે અને પાસવર્ડ જે નવો બનાવેલ છે તે રહેશે. “Forger Password” મેનુ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગીન પેજ પર ઉપલબ્ધ છે.
- જે વિદ્યાર્થીઓનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ખોવાઈ ગયેલ હોય કે કોઈ કારણસર બંધ થઇ ગયેલ હોય તો તેવા વિદ્યાર્થીઓ જીલ્લાની SC/ST/OBC કચેરીનો સંપર્ક કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી પોતાની પ્રોફા