વડોદરા મહાનગરપાલિકામાં આવી નવી ભરતી : તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી સ્ટાફ નર્સ અને અન્ય વિવિધ પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત અરજી કરવાની રીત કેટલો આપશે પગાર વગેરે. તો મિત્રો રાજ શાની જોઈ રહ્યા છો જો તમે પણ નોકરી ની શોધમાં હોય તમે પણ આજે જ આ લેખને સંપૂર્ણ વાંચો અને આવી નવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપ ને જોઈન કરવાનું ભૂલશો નહિ.
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા FHW એટલે કે ફિમેલ હેલ્થ વર્કર તથા MPHW એટલે કે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
પગારધોરણ :
પોસ્ટનું નામ | પગારધોરણ |
ફિમેલ હેલ્થ વર્કર | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
વયમર્યાદા અને અરજી ફી
આ ભરતી માટે ઉમેદવારને ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ નક્કી કરવામાં આવી છે આ સિવાયના ઉમેદવારો આ ભરતી માટે યોગ્ય ગણાશે નહીં જેને અરજી કરતાં પહેલાં ખાસ ધ્યાનમાં લેવું. આ ભરતી માટેSC, ST, OBC તથા EWS કેટેગરીના ના કેટેગરીના ઉમેદવારો માટે રૂપિયા 200 ફીપેટે અને સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે રૂપિયા 400 ફી નું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે.
શૈક્ષણિક લાયકાત :
આ ભરતી માટે નીચે પ્રમાણેની ઉમેદવારને લાયકાત ખૂબ જ જરૂરી છે આ સિવાયના ઉમેદવારો આ ભરતી માટે લાયક ગણાશે નહીં
-
ફિમેલ હેલ્થ વર્કર10 પાસ, FHWની બેઝીક ટ્રેઇનિંગ તથા ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી છે.
-
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર10 પાસ, MPHWની બેઝીક ટ્રેઇનિંગ,CCC સર્ટિફિકેટ તથા ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂર
મહત્વની તારીખ:
આ ભરતી માટેના ફોર્મ ઉમેદવારો 12 ઓગસ્ટ 2023 થી લઈને 31 ઓગસ્ટ 2020 સુધી સત્તાવાર વેબસાઈટ દ્વારા પોતાનું ફોર્મ ઓનલાઈન ભરી શકે છે
અરજી કઈ રીતે કરશો :
- વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પર જઈ તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ફી ની ચુકવણી કરો.
- હવે ફોર્મ ને ફાઇનલ સબમિટ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.